ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ હાલના(2020 થી 2023) અધ્યક્ષ કોણ છે ?
(A) શ્રી પ્રકાશ ન . શાહ
(B) શ્રી હર્ષદ ત્રિવેદી
(C) શ્રી હરિકૃષ્ણ પાઠક
(D) ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
જવાબ: (A) શ્રી પ્રકાશ ન . શાહ
વિસ્તૃત માં સમજૂતી:-
- નિમણુંક: પ્રકાશ ન.શાહ (ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ)
- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે યોજાયેલ ચૂંટણીની આજરોજ ગણતરી કરતા ઉમેદવાર શ્રી પ્રકાશ ન . શાહને ૫૬૨ મત ,શ્રી હર્ષદ ત્રિવેદીને પ૩૩ મત અને શ્રી હરિકૃષ્ણ પાઠકને ૧૯૭ મત મળવા પામેલ છે . તેથી આગામી ૨૦૨૧ થી ૨૦૨૩ ( ત્રણે વર્ષ ) માટેના પ્રમુખપદની ચૂંટણીમાં શ્રી પ્રકાશ ન . શાહ ની નિમણુંક કરવામાં આવી છે
- સ્થાપના વર્ષ:-1905
- સ્થાપક:-રણજિતરામ મહેતા
- સ્થળ:-અમદાવાદ
- અમદાવાદમાં એનું પહેલું સંમેલન ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના પ્રમુખપદે જૂન જુલાઈ ૧૯૦૫માં યોજાયું હતું.
- ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ થયા બાદ અનેક મૂર્ધન્ય સાહિત્યકારો તેમજ ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખપદે રહી ચૂકયા છે.
- ૧૯૮૦માં પરિષદનું કાર્યાલય મુંબઈથી ખસેડીને અમદાવાદ લાવવામાં આવ્યું જ્યાં ગોવર્ધન ભવન તરીકે ઓળખાતા અદ્યતન મકાનમાં આજે પણ સંસ્થાઓની પ્રવૃત્તિઓ ચાલે છે.
- પરિષદનું માસિક મુખપત્ર પરબ ૫૨ વર્ષથી પ્રકાશન પ્રવૃત્તિનું મુખ્ય અંગ રહ્યું છે. ૧૯૭૮થી ૧૯૮૯ સુધી ભાષા વિવેચનનું ત્રૈમાસિક ‘ભાષાવિમર્શ’ પણ પ્રકટ થતું રહેલું.
- દર બુધવારે પરિષદના "વિશ્વ કવિતા કેન્દ્ર" ખાતે બુધ સભા નામની કાર્યશાળા ચાલે છે જે નવોદિત કવિઓને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરે છે.
COMMENTS