ખસ રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે ?
( A ) આલ્બન્ડાઝોલ
( B ) બેન્ઝાઇલ બેન્ઝોએટ
( C ) મરક્યુરોક્રોમ
( D ) સાવલોન
જવાબ:-( B ) બેન્ઝાઇલ બેન્ઝોએટ
વિસ્તૃત સમજૂતી માટે:-
■ સમસ્યા:-
- ખસ સાધારણ રીતે નાના બાળકોમાં થતો ચામડીનો રોગ છે.
- જે સૂક્ષ્મ જંતુ ( Germs ) દ્વારા થાય છે .
- આ રોગ ઘણો જ ચેપી છે અને દર્દી સાથેનાં ઘનિષ્ઠ સંસર્ગથી , દર્દીની ચાદર કે ટુવાલ વિગેરે વાપરવાથી એક વ્યકિતથી બીજી વ્યકિતમાં ફેલાય છે .
■ મુખ્ય ચિહ્નો અને લક્ષણો:-
- ખસનાં સૂક્ષ્મ જંતુ ચામડીમાં પોલાણ કરી અંદર પ્રવેશી ચામડીની નીચે રહે છે , જેને પરિણામે નીચે મુજબનાં લક્ષણો પેદા થાય છે .
- લાલાશ
- સખત ખંજવાળ , ખંજવાળની ઉગ્રતા રાત્રિ દરમિયાન એટલી વધી શકે છે કે ઉંઘ પણ ઉડી જાય છે .
- આ ઘા પર વધારાનો બીજો ચેપ લાગવાનું મોટા ભાગે જોવા મળે છે અને ઘામાંથી પાણી જેવો સ્ત્રાવ કે રસી વહેતા જોવા મળે છે.
- પ્રત્યેક બાળકને પૂછો , ખંજવાળ આવે છે ? ખાસ કરીને રાત્રિ દરમિયાન ખંજવાળ આવે છે કે કેમ તે જાણો.
- જે બાળક ખંજવાળની ફરીયાદ કરે તેવાં બાળકોની ચામડી પૂરતાં પ્રકાશવાળી જગ્યામાં તપાસો અને નીચેના ભાગ ઉપર ખાસ જૂઓ .
- આંગળીઓ વચ્ચેની જગ્યા .
- કાંડાનો ભાગ.
- બંગલ
- નાભિ ફરતેની પેટની ચામડી .
- કમર / પ્રજનન અંગો .
■ ખસવાળાં બાળકમાં નીચે મુજબનાં ચિહ્નો જોવા મળશે.
- ચામડીના ઘા ( ચકામા ) .
- ઘાની ફરતે લાલાશ . -
- આવો ઘા સૌથી પહેલાં આંગળીઓ વચ્ચેની જગ્યામાં દેખાય છે જે ખસના ચેપનો નિર્દેશ કરે છે .
- ઘરના બીજા સભ્યોમાં આવા જ પ્રકારની ખંજવાળની તકલીફ છે ? સામાન્ય રીતે ઘરનાં બીજા સભ્યોમાં પણ આ ફરિયાદ હોય છે ,
■ સારવાર:-
- બેન્ઝોઇલ બેન્ઝોએટ અને એવી બીજી દવાઓ ચામડી પર લગાડવાથી ખસ સંપૂર્ણપણે મટી જાય છે .
- ખસવાળાં બાળકોને પ્રાથમિક | સામૂહિક આરોગ્ય કેન્દ્રનાં તબીબ પાસે શારીરિક તપાસ તથા સારવાર અને સલાહ માટે સંદર્ભ સેવા કાર્ડ ભરી મોકલી આપવાં જોઇએ . સારવાર કુટુંબના તમામ સભ્યો માટે જરૂરી છે અને આ બાબતે શિક્ષકે મા - બાપને મળી સલાહ આપે તે જરૂરી છે .
■ અન્ય પગલાં:-
- સારવાર દરમિયાન વપરાશમાં લેવાનાં ચાદરો , ટુવાલ અને ગંજી - જાંગીયા સહીત અન્ય કપડાં ગરમ પાણીમાં ધોઇ તડકામાં સુકવવા જોઇએ .
- જો આ રીતે સાવચેતી ન રાખવામાં આવે અને કુટુંબના બીજા સભ્યોને સારવાર આપવામાં ન આવે તો ફરીથી ચેપ લાગી શકે છે.
■ આરોગ્ય કેન્દ્રોમાં સારવા:-
- બેન્ઝાઇલ બેન્ઝોએટ લોશન (બી.બી.લોશન )
- બાળકના શરીરના ગળા નીચેના તમામ ભાગો પર ૧૨.૫ ટકા બેન્ઝાઇલ બેન્ઝોએટનું પાણીમાં દ્રાવણ બ્રશ વડે લગાડો. આવું લોશન ત્રણવાર લગાવવું જરૂરી છે .
- પ્રથમવારે:-પ્રથમ દિવસે સાંજે
- બીજીવાર:-બીજા દિવસે સવારે
- ત્રીજીવાર:- બીજા દિવસે સાંજે
- આ બે દિવસો દરમિયાન સ્નાન ન કરવા સલાહ આપવી બાળકને ત્રીજા દિવસે સવારે ન્હાવાની રજા આપો .
- બાળકનાં ગંજી - જાંગીયા , ચાદર , ટુવાલ વિગેરેને ગરમ પાણીમાં ધોઇ તડકામાં સૂકવવા સલાહ આપો.
- આજ રીતે કુટુંબના તમામ સભ્યોને સારવાર આપો .
■ બીજી દવાઓ
- બેન્ઝાઇલ બેન્ઝોએટની સરખામણીમાં આ દવાઓ ઓછી લગાડવી પડે છે પણ મોંધી છે .
- ૧ ટકો ગામા બેન્ઝાઇલ હેકઝાકલોરાઇડ લોશન મલમ એક જ વાર લગાડો .
- પ ટકા પરમેથ્રીન મલમ - એક જ વાર લગાડો.
COMMENTS