■ આ મહેલ વડોદરા જિલ્લામાં આવેલો છે .
■ આ મહેલ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ . સ . 1890માં બંધાવ્યો હતો .
■ આ મહેલ બાંધનાર કે મુખ્ય સ્થાપિત ( આર્કિટેકટ ) મેજર ચાર્લ્સ મંટ હતા
■ આ મહેલ વડોદરાના રાજવી ગાયકવાડો ( શાહી પરિવાર ) નું નિવાસ સ્થાન હતું . જે કોતરણી કામ અને સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે .
■ આ મહેલ 19મી સદીના સ્થાપત્યનો એક સુંદર નમૂનો ગણાય છે .
■ તે લંડનના બકિંગહામ પેલેસથી ચાર ગણો મોટો છે . અહીંના ફલોર વેનેશિયન શૈલી દ્વારા , દીવાલો અને બારીઓ બેલ્જિયમ શૈલી દ્વારા સજાવવામાં આવી હતી .
■ આ મહેલ 700 એકરમાં ફેલાયેલો છે .
■ તેમાં જુદી - જુદી ઈમારતો , સંગ્રહાલયો , મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિહ સંગ્રહાલયની ઈમારતોનો સમાવેશ થાય છે .
■ જેમાં નોધનીય રાજા રવિવર્માના ચિત્રો જે વડોદરાના મહારાજાએ રવિવર્મા પાસેથી બનાવડાવ્યા હતા.
COMMENTS