અગાઉની પરીક્ષામાં પુછાયેલા પાઠ્યપુસ્તક આધારીત અગત્યના પ્રશ્નો:-
- “ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે .....” નરસિંહ મહેતા
- “વૈષ્ણવજનતો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે ......” નરસિંહ મહેતા
- નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? તળાજા
- ‘આદિ કવિ’ તરીકે કોણ જાણીતું છે? નરસિંહ મહેતા
- ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? નરસિંહ મહેતા
- ‘જાગીને જુએ તો જગત દીસે નહીં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે’ પ્રભાતિયાની આ રચના કોણે કરી ? નરસિંહ મહેતા
- ગાંધીજીનું સૌથી પ્રિય કહેવાતુ ભજન ‘વૌષ્ણવ જન તો તેને રે કહીએ......’ ના રચયિતા કોણ હતા ? નરસિંહ મહેતા
- ‘નળાખ્યાન’ ની રચના કોણે કરી ? પ્રેમાનંદ અને નરસિંહ મહેતા
- ગુજરાતી ભાષાના આદિકવિ કોણ ગણાય છે ? નરસિંહ મહેતા
- નરસિંહ મહેતા રચિત દાણલીલા ચાતુરિઓ કેવા પ્રકારની રચનાઓ છે ? ભક્તિ રચનાઆ
- ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીસુ શ્રી ગોપાળ’ આ ઉક્તિ ક્યા ભકત કવિની છે ? નરસિંહ મહેતા
- નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? શામળશા શેઠ
- તાના અને રીરી ક્યા ભક્ત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? કવિ નરસિંહ મહેતા (દોહિત્રી)
- ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુદામાચરિત્રના પદો ક્યા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યા હતા ? શ્રીમદ્ ભાગવત
- ‘સખી, આજની ઘડી રળિયામણી, મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે સખી’ આ ભÂક્તગીતની પંÂક્ત કોની છે ? નરસિંહ મહેતા
- ‘જાણીતું પદ સંતો ! અમ્રે વહવારિયા’ના લેખક કોણ છે ? નરસિંહ મહેતા
- ગુજરાતી સાહિત્યમાં ‘આદિકવિ’ તરીકે કોણ ઓળખાય છે ? નરસિંહ મહેતા
- ‘હાર’, ‘હુંડી’, ‘મામેરૂ’, અને ‘શ્રાદ્ધ’ આ કાવ્યરચનાઓના કવિ કોણ છે ? નરસિંહ મહેતા
- ‘સંતો ! અમે રે વહેવારિયા રામનામના’ આ જાણીતું પદના કવિ કોણ છે ? નરસિંહ મહેતા
- નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? ભાવનગર જિલ્લામાં
■ નરસિંહ મહેતા મધ્યકાલીન યુગના સાહિત્યકાર હતા
- નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા.
- જન્મ સ્થળ:- તળાજા ગામ (ભાવનગર જિલ્લામાં)
- કર્મભૂમિ:-જુનાગઢ
- ઉપનામ:-નરસૈયો,ભક્ત હરિનો,આદ્ય કવિ,આદિ કવિ
- માતા:-દયાકુંવર
- પિતા:-કૃષ્ણદાસ(વડનગરના બ્રાહ્મણ કુંટુંબમાં)
- પત્ની:-માણેકબાઈ સાથે
- સંતાન:-પુત્ર-શામળદાસ,પુત્રી-કુંવરબાઈ
- ઉમાશંકર જોષીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા છે.
- નરસિંહ મહેતા ના પુત્ર શામળશાની પત્ની રતનબાઈ તથા રતનબાઈના પિતા મદન મહેતા મૂળ વડનગરના જ્યાં આજે શામળશાની ચોરી આવેલી છે.
ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની યાદમાં લગ્ન સમયે કન્યાના પિતાને "કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 10,000/-" ની સહાય બે દિકરીઓને મળે છે
નરસિંહ મહેતાએ મધ્યકાલીન સાહિત્યના સાહિત્યિક દ્રષ્ટિએ પ્રથમ કવિ ગણાય છે.
નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરવા જતાં ત્યારે " રામગ્રી રાગ " ગાતાં અને પાછા ફરતાં ત્યારે " પ્રભાતિયા " ગાતા હતા.
તેમણે ભકિત કવિતા અને જ્ઞાનમાર્ગી કવિતાઓ લખવાનો પ્રારંભ કર્યો હતો
ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિ, પદનાં સર્જક,પ્રભાતિયાનાં સર્જક, ભજનનાં સર્જક, આખ્યાનના બીજ વગેરે તેમની પાસેથી મળે છે ?
ગોપનાથ મહાદેવ(ભાવનગર)નાં મંદિરમાં તપ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. નરસિંહ મહેતા ભગવાન શિવ સાથે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ અને ગોપીનો રાસ નિહાળે છે
ગોપનાથ મહાદેવ(ભાવનગર)નાં મંદિરમાં તપ કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. નરસિંહ મહેતા ભગવાન શિવ સાથે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ અને ગોપીનો રાસ નિહાળે છે
તેમણે ભકિત કવિતા અને જ્ઞાનમાર્ગી કવિતાઓ લખવાનો પ્રારંભ કર્યો હતો
નરસિંહ મહેતા ની કૃતિ 'સુદામાચરિત્ર' માં આખ્યાનના બીજ જોવા મળે છે
નરસિંહ મહેતા ઉપર કવિ જયદેવની કૃતિ " ગીત ગોવિંદ " નો વિશેષ પ્રભાવ પડયો છે
નરસિંહ મહેતાના 600 વર્ષ પૂર્ણ થવા નિમિતે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી. તેના પ્રથમ કુલપતિ તરીકે શ્રી જે.પી.મથ્યાણીની નિમણૂંક કરવામાં આવી અને
નરસિંહ મહેતા યુનિવર્સિટી ના હાલ ના કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી છે (27-05-2020 સ્થિતિએ)
પરીક્ષા ઉપયોગી માહિતી:-
- ભૂતકાળમાં વડનગર ચમત્કારપૂર, આર્નતપૂર, આનંસપૂર, વૃદ્ઘનગર જેવા નામોથી સમયાંતરે ઓળખાતું હતું.
- વડનગરમાં શર્મિષ્ઠા તળાવ મધ્યમાં આવેલું છે
- કપિલા નદી અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળે છે.
- શર્મિષ્ઠા તળાવની પૂર્વે આવેલા એક ઓવારાનું નામ સપ્તર્ષિ છે. લોકો તેને સપ્તર્ષિના આરા તરીકે ઓળખે છે. શર્મિષ્ઠા તળાવમાં કપિલા નદીનું પાણી આ સપ્તર્ષિના આરા દ્વારા આવે છે
- શર્મિષ્ઠા તળાવ વિશ્વામિત્રી તરીકે પણ જાણીતું છે
- નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને તેમની પુત્રી શર્મિષ્ઠા અને તેમની પુત્રી તાના - રીરી જે ગુજરાત ની સંગીત બેલડીઓ તરીકે જાણીતી છે .
- ભક્ત નરસિંહ મહેતા ને તાનારીરી શું થતી હતી-દોહિત્રી
- તાના - રીરી ભૈરવ, વસંત, દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.
- હાટકેશ્વર મહાદેવ મંદિરમાં તાના-રીરી મલ્હાર રાગ રજૂ કર્યો રાગ જેમ-જેમ ગવાતો ગયો તેમ - તેમ આકાશમાં વાદળાં ધેરાતાં ગયાં. અને જોતજોતામાં મુશળધાર વરસાદ નગર પર તૂટી પડ્યો. તાનસેન દાહ માંથી મુક્ત થયો
સન્માન:-
- ગુજરાત નાં ઘરઘરમાં ગુંજતા પદો, ગુજરાતી ભાષા નાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે. જેની શરૂઆત ઈ.સ.૧૯૯૯ થી થઈ છે. આ એવોર્ડ આધકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે
■ નરસિંહ મહેતા નું સાહિત્ય:-
- શામળદાસના વિવાહ
- કુંવરબાઈનુ મામેરુ
- નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ
- હુંડી
- ઝારીનાં પદ
- સુદામા ચરિત્ર
- દાણલીલા
- ચાતુરીઓ
- જીવન ઝરમર, વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે.
પ્રચલિત ભજનો :-
- જળ કમળ છાંડી જાને બાળા
- જાગને જાદવા
- ભોળી રે ભરવાડણ
- રાત રહે જ્યાહરે, પાછલી ખટ ઘડી
- ઉઠોને જશોદાના જાયા
- મેહુલો ગાજે ને માધવ નાચે
- વારી જાઉં સુંદર શ્યામ તમારા લટકાને
- વૈષ્ણવ જન તો તેને રે કહીએ(ગાંધીજીનું પ્રિય)
- ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે "વૈષ્ણવજન "ગીત કોણે ગાયું હતું? = મયુરીબહેન ખરે -યાદ રાખો
- શ્રી દામોદરના ગુણલા ગાતા
- જશોદા! તારા કાનુડાને -યાદ રાખો
- નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
- ભુતળ ભક્તિ પદારથ
- મારી હુંડી સ્વીકારો મહારાજ રે -યાદ રાખો
- ગિરી તળેટી ને કુંડ દામોદર
- ઘડપણ કોણે મોકલ્યું?
- જ્યાં લગી આત્મા તત્વ
- સુખ દુ:ખ મનમા ન આણિયે
- જે ગમે જગત ગુરુ
- ધ્યાન ધર હરિતણું
- એવા રે અમો એવા
- આજની ઘડી રળિયામણી
- જાગીને જોઉં તો
- હળવે હળવે હળવે હરજી -યાદ રાખો
- નારાયણનું નામ જ લેતાં
- પ્રેમરસ પાને
- નાથને નીરખી
- ઊંચી મેડી તે મારા સંતની રે -યાદ રાખો
- નાગર નંદજીના લાલ
- પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
- બાપજી પાપ મેં
- રામ સભામાં અમે
- અમે મહિયારા રે
- કાનજી તારી મા કહેશે પણ અમે -યાદ રાખો
- હે કાનુડા તોરી ગોવાલણ
- પઢો રે પોપટ રાજા રામ ના
- ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ
- આવેલ આશા ભર્યા
- શેરી વળાવી સજ્જ કરું
- કેસર ભીના કાનજી
- ભોળી રે ભરવાડણ ચાલી હરિને વેચવા -યાદ રાખો
- તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
■ ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ ક્રમમાં સમાવેશ કરેલ કાવ્યો અને સાહિત્ય :-
■ ધોરણ-8 : ગુજરાતી વિષય
- હળવે હળવે (પદ)
■ ધોરણ-9 : ગુજરાતી વિષય
- સંતો અમે રે વહેવારીયા (પદ),
- સાંજ સમે શામળિયો (ગીતકાવ્ય)
■ ધોરણ-10 : ગુજરાતી વિષય
- ભકિતપદારથ (પદ)
■ ધોરણ-11 :ગુજરાતી વિષય
- કેમ પૂજા કરૂ (પદ)
- જાગ રે જાદવા(પદ)
■ ધોરણ-12 :ગુજરાતી વિષય
- વૈષ્ણવજન તો (પદ),
- મેહુલો ગાજે ને માધવ નાચે (કવિતા)
■ નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર):-
- નરસિંહ મહેતા ચલચિત્રનું પોસ્ટર
- નરસિંહ મહેતા ફિલ્મ એ નાનુભાઇ વકિલ દ્વારા દિગ્દર્શિત ૧૯૩૨ની આત્મકથાનક ચલચિત્ર છે.
- ગુજરાતી ભાષાનું આ સૌ પ્રથમ ચલચિત્ર હતું
- આ ચલચિત્ર નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતું.
■ પાત્રો :-
- માસ્ટર મનહર - નરસિંહ મહેતા
- ઉમાકાંત દેસાઈ - કૃષ્ણ
- મિસ જમના - માણેકબાઇ
- Directed - નાનુભાઇ વકિલ
- Produced- ચિમનભાઇ દેસાઈ
- Written- ચતુર્ભૂજ દોશી
- Music- રાણે
- Cinematography- ફારદૂન એ. ઇરાની
- Production company-સાગર મુવીટોન
- Release date-૧૯૩૨
- Running time-૧૩૯ મિનિટ્સ
■ નરસૈયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા.
COMMENTS